નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો?
On May 1, 2021 by hemaangનિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો? ‘તે જ હું’ ‘તે જ હું’ શબ્દ બોલે; શ્યામનાં ચરણમાં ઇચ્છું છું મરણ રે, અહીંયાં કો નથિ કૃષ્ણ તોલે. નિ૦૧ શ્યામ-શોભા ઘણી, બુદ્ધિ નવ શકે કળી, અનંત ઓચ્છવમાં પંથ ભૂલી; જડ અને ચેતન રસ કરી જાણવો, પકડી પ્રેમે સજીવન-મૂળી. નિ૦૨ ઝળહળ જ્યોત ઉદ્યોત રવિ કોટમાં, હેમની કોર જ્યાં નીસરે તોલે;
સૌંદર્યે ખેલવું એ તો પ્રભુનો ઉપયોગ છે.
On May 1, 2021 by hemaangસૌંદર્યે ખેલવું એ તો પ્રભુનો ઉપયોગ છે. પોષવું પૂજવું એને એ એનો ઉપભોગ છે. રહેવા દે! રહેવા દે આ સંહાર, યુવાન! તું; ઘટે ના ક્રૂરતા આવી; વિશ્વ આશ્રમ સન્તનું. પંખીડાં, ફૂલડાં રૂડાં, લતા આ ઝરણાં, તરુ, ઘટે ના ક્રૂર દૃષ્ટિ ત્યાં: વિશ્વ સૌન્દર્ય કુમળું. તીરથી પામવા પક્ષી વ્યર્થ આ ક્રૂરતા મથે; તીરથી પક્ષી તો ના
મન તું ભીતરને અજવાળ
On April 24, 2021 by hemaangપામ્યા તેને માપ્યું નહીંને માપીને ના પામ્યા,માણ્યું તેનું ગાણું નહીંને રહ્યું તેની ખજવાળ………………….. મન તું ભીતરને અજવાળ વરસ્યું એથી વિશ્રામ નહીંને કોરાનો કચવાટ,મળ્યું તેની મસ્તી નહીંને ખૂટ્યું તેનો કકળાટ………………….. મન તું ભીતરને અજવાળ ઝંખતા ઝંખતા ઝાંખ પડીને શોધતાં શોધતાં સાંજ,જડ્યું તેને જાળવ્યું નહીંને ખોયું તેનો ચચરાટ………………….. મન તું ભીતરને અજવાળ ગાયું તે તો ગીત નહીંને
પ્રેમ અમારે કરવો અને આ રીત તમારી,
On April 24, 2021 by hemaangપ્રેમ અમારે કરવો અને આ રીત તમારી,બાજી રમીએ અમે અને હા, જીત તમારી. તમે સ્મિતને રહો સાચવી અને અમે અહીં આંસું,તમે વસંતના કોકિલ; અમે ચાતક ને ચોમાસું, અમે બારણાં ખુલ્લાં અને આ ભીંત તમારીસાવ અચાનક તમને ક્યારેક, ખોટું માઠું લાગે, પત્થર જેવા અમને તો નહીં ક્યાંય કશુંયે વાગેતીર મારો ને તોય અમારે કહેવાનું કે ફૂલ
વરસાદ
On April 22, 2021 by hemaangએક એ વરસાદ હતો જેમાં, અમે ભીંજાઇ જતા હતા. એક આ વરસાદ છે જેમાં, યાદો જ ભીંજાય છે. એક એ સાવન હતો જેમાં, નીતરતા હતા અંગે અંગ. એક આ સાવન છે જ્યાં, પલળીને કોરા રહી જવાય છે. એક એ વર્ષા હતી જેનો, હતો એક અલ્હાદક સ્પર્શ. એક આ વર્ષા છે જેના, ઝાપટા અસહ્ય થઈ જાય
તમારાં અહીં આજ પગલાં થવાનાં, ચમનમાં બધાંને ખબર થૈ ગઈ છે.
On April 21, 2021 by hemaangતમારાં અહીં આજ પગલાં થવાનાં, ચમનમાં બધાંને ખબર થૈ ગઈ છે. ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ફૂલોની ય નીચી નજર થૈ ગઈ છે. શરમનો કરી ડોળ સઘળું જુએ છે કળી પાંદડીઓના પડદે રહીને, ખરું જો કહી દઉં તો વાતાવરણ પર તમારાં નયનની અસર થૈ ગઈ છે. બધી રાત લોહીનું પાણી કરીને બિછાવી છે મોતીની સેજો ઉષાએ,
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!
On April 21, 2021 by hemaangજ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત! જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત! ઉત્તર દક્ષિણ પૂર્વ કે પશ્ચિમ, જ્યાં ગુર્જરના વાસ; સૂર્ય તણાં કિરણો દોડે ત્યાં, સૂર્ય તણો જ પ્રકાશ. જેની ઉષા હસે હેલાતી, તેનાં તેજ પ્રફુલ્લ પ્રભાત; જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત! ગુર્જર વાણી, ગુર્જર લહાણી,
તો હું શું કરું?
On April 19, 2021 by hemaangદિલ ન લાગે કિનારે, તો હું શું કરું?દૂર ઝંઝા પુકારે, તો હું શું કરું? હું કદી ના ગણું તુજને પથ્થર સમો,તું જ એ રૂપ ધારે, તો હું શું કરું? હો વમળમાં તો મનને મનાવી લઉં,નાવ ડૂબે કિનારે, તો હું શું કરું? આંસુઓ ખૂબ મોંઘા છે માન્યું છતાંકોઈ પાલવ પ્રસારે, તો હું શું કરું? તારી ઝૂલ્ફોમાં
કોઈ સ્મિતે સ્મિતે સળગે છે
On April 19, 2021 by hemaangકોઈ સ્મિતે સ્મિતે સળગે છેકોઈ રડીને દિલ બહેલાવે છેકોઈ ટીપે ટીપે તરસે છેકોઈ જામ નવા છલકાવે છેસંજોગના પાલવમાં છે બધુંદરિયાને ઠપકો ના આપોએક તરતો માણસ ડૂબે છેએક લાશ તરીને આવે છે – સૈફ પાલનપુરી
એકાદ એવી યાદ તો છોડી જવી હતી
On April 19, 2021 by hemaangએકાદ એવી યાદ તો છોડી જવી હતીછૂટ્ટા પડ્યાની વાતને ભૂલી જવી હતીવહેતા પવનની જેમ બધું લઈ ગયાં તમેથોડીઘણી સુગંધ તો મૂકી જવી હતી – કૈલાસ પંડિત