Gujarati Poetries (Kavita)
વરસાદ
On April 22, 2021 by hemaangએક એ વરસાદ હતો જેમાં,
અમે ભીંજાઇ જતા હતા.
એક આ વરસાદ છે જેમાં,
યાદો જ ભીંજાય છે.
એક એ સાવન હતો જેમાં,
નીતરતા હતા અંગે અંગ.
એક આ સાવન છે જ્યાં,
પલળીને કોરા રહી જવાય છે.
એક એ વર્ષા હતી જેનો,
હતો એક અલ્હાદક સ્પર્શ.
એક આ વર્ષા છે જેના,
ઝાપટા અસહ્ય થઈ જાય છે.
એક એ વીજળી હતી જેની,
રોશની હતી મનમોહક.
એક આ વીજળી છે જેના,
કડાકા દિલ દુભાવી જાય છે.
એક એ હવા હતી જેનો,
લાગતો ઠંડો મીઠો સ્પર્શ.
એક આ હવા છે જે,
ફફડાટ ફેલાવી જાય છે.
એ પણ વરસાદની મોસમ હતી,
આ પણ છે એ જ મોસમ.
સમય જેમ જેમ બદલાય છે,
ઋતુ પણ બદલાઈ જાય છે.
-ચિરાગ પંડ્યા
Leave a Reply