Gujarati Poetries (Kavita)પાગલ છે જમાનો ફૂલોનો, દુનિયા છે દીવાની ફૂલોની
અધિકાર હશે કંઇ કાંટાનો એની તો રહીના લેશ ખબર
ઉપવનને લૂંટાવી દેવાનો આરોપ છે કોના જોબનપર
તું શૂન્ય કવિને શું જાણે એ રૂપનો કેવો પાગલ છે
સૌંદર્યની ચાહતના પરદે, સૌંદર્યોની લૂંટો ચાલે છે:
પાગલ છે જમાનો ફૂલોનો, દુનિયા છે દીવાની ફૂલોની-‘શૂન્ય’ પાલનપુરી
On April 17, 2021 by hemaangપાગલ છે જમાનો ફૂલોનો, દુનિયા છે દીવાની ફૂલોની
ઉપવનને કહી દો ખેર નથી! વિફરી છે જવાની ફૂલોની.
અધિકાર હશે કંઇ કાંટાનો એની તો રહીના લેશ ખબર
ચીરાઇ ગયો પાલવ જ્યારે છેડી મેં જવાની ફૂલોની.
ઉપવનને લૂંટાવી દેવાનો આરોપ છે કોના જોબનપર
કાંટાની અદાલત બેઠી છે લેવાને જુબાની ફૂલોની.
તું શૂન્ય કવિને શું જાણે એ રૂપનો કેવો પાગલ છે
રાખે છે હૃદય પર કોરીને રંગીન નિશાની ફૂલોની.
સૌંદર્યની ચાહતના પરદે, સૌંદર્યોની લૂંટો ચાલે છે:
ફૂલો તો બિચારા શું ફૂલે! દુશ્મન છે જવાની ફૂલોની
‘શૂન્ય’ પાલનપુરી
Leave a Reply