કોઈ ગામમાં એક સાધુ રહેતા હતા, તે જ્યારે-જ્યારે નૃત્ય કરતા વરસાદ આવતો, એક દિવસ શહેરથી 4 યુવકો આવ્યા, તેમણે કહ્યું – અમારા નૃત્ય કરવાથી પણ વરસાદ થશે, શું ખરેખર આવું થયું?
On April 15, 2021 by hemaangકોઈ ગામમાં એક સાધુ રહેતા હતા. તે જ્યારે પણ નૃત્ય કરતા તો વરસાદ થવા લાગતો. ગામના લોકો પણ તેમનાથી ખૂબ ખુશ હતા. જ્યારે પણ ગામના લોકોને લાગતુ કે આજે વરસાદની જરૂર છે, તેઓ જઈને સાધુને નૃત્ય કરવા માટે કહેતા અને બાબાના નૃત્ય કરતા જ વરસાદ થવા લાગતો.
એક દિવસ તે ગામમાં શહેરના 4 યુવકો આવ્યા. ગામના લોકોએ તેમને પણ ચમત્કારી બાબા વિશે જણાવ્યુ. યુવકો આ વાત માનવા તૈયાર જ ન થયા કે આવું પણ થઈ શકે છે. જ્યારે યુવકો ન માન્યા તો ગામના લોકો તેમને બાબા પાસે લઈ ગયા. બાબાની સામે પણ યુવકોએ એ જ વાત કરી.
યુવકોએ કહ્યુ કે – આજે અમે નૃત્ય કરીશુ અને અમારા નૃત્ય કરવાથી પણ વરસાદ થશે. યુવકોએ એક-એક કરીને નૃત્યુ કરવાનુ શરૂ કર્યુ. પહેલા યુવકે 10 મિનિટ નૃત્ય કર્યુ, પરંતુ વરસાદ ન થયો. બીજાએ અડધી કલાક નૃત્ય કર્યુ તો પણ વરસાદ ન થયો. આ રીતે 2 અન્ય યુવકોએ પણ નૃત્ય કર્યુ પરંતુ વરસાદ ન થયો.
હવે બાબાને નૃત્ય કરવાનો સમય હતો. બાબાએ ગામના લોકોની સામે નૃત્ય કરવાનુ શરૂ કર્યુ. 2 કલાક થઈ ગયા વરસાદ ન થયો. આ રીતે બાબાને નૃત્ય કરતા-કરતા સાંજ થઈ ગઈ. ત્યારે અચાનક વાદળો ગરજવા લાગ્યા અને થોડી જ વારમાં વરસાદ થવા લાગ્યો. આ જોઇને ચારેય યુવકો આશ્ચર્યચકિત થઈ ગયા.
યુવકોએ જ્યારે આ ચમત્કારનું કારણ પૂછ્યુ તો બાબાએ જવાબ આપ્યો કે – એક તો આ ગામના લોકોને મારા ઉપર અતૂટ વિશ્વાસ છે અને મને ભગવાન ઉપર વિશ્વાસ છે. બીજું કારણ એ છે કે હું ત્યાં સુધી નૃત્યુ કરું છું, જ્યાં સુધી વરસાદ ન થાય. પછી ભલે ગમે તેટલો પણ સમય કેમ ન થઈ જાય.
Leave a Reply