Day: April 22, 2021

વરસાદ

એક એ વરસાદ હતો જેમાં, અમે ભીંજાઇ જતા હતા. એક આ વરસાદ છે જેમાં,  યાદો જ ભીંજાય છે. એક એ સાવન હતો જેમાં,  નીતરતા હતા અંગે અંગ. એક આ સાવન છે જ્યાં, પલળીને કોરા રહી જવાય છે. એક એ વર્ષા હતી જેનો,  હતો એક અલ્હાદક સ્પર્શ. એક આ વર્ષા છે જેના, ઝાપટા અસહ્ય થઈ જાય