Day: April 19, 2021

તો હું શું કરું?

દિલ ન લાગે કિનારે, તો હું શું કરું?દૂર ઝંઝા પુકારે, તો હું શું કરું? હું કદી ના ગણું તુજને પથ્થર સમો,તું જ એ રૂપ ધારે, તો હું શું કરું? હો વમળમાં તો મનને મનાવી લઉં,નાવ ડૂબે કિનારે, તો હું શું કરું? આંસુઓ ખૂબ મોંઘા છે માન્યું છતાંકોઈ પાલવ પ્રસારે, તો હું શું કરું? તારી ઝૂલ્ફોમાં

કોઈ સ્મિતે સ્મિતે સળગે છે

કોઈ સ્મિતે સ્મિતે સળગે છેકોઈ રડીને દિલ બહેલાવે છેકોઈ ટીપે ટીપે તરસે છેકોઈ જામ નવા છલકાવે છેસંજોગના પાલવમાં છે બધુંદરિયાને ઠપકો ના આપોએક તરતો માણસ ડૂબે છેએક લાશ તરીને આવે છે – સૈફ પાલનપુરી

એકાદ એવી યાદ તો છોડી જવી હતી

એકાદ એવી યાદ તો છોડી જવી હતીછૂટ્ટા પડ્યાની વાતને ભૂલી જવી હતીવહેતા પવનની જેમ બધું લઈ ગયાં તમેથોડીઘણી સુગંધ તો મૂકી જવી હતી – કૈલાસ પંડિત

કદાચ આજ મરી જાઉં તો, કહો, શું બને ?

કદાચ આજ મરી જાઉં તો, કહો, શું બને ?વિચારું છું: કદાચ ઓળખીય જાઉં મને. વિલુપ્ત થાય અહીં ગાનતાન મૌન મહીં,અને કદાચ કહીં એ જ ગાનતાન બને. ગમ્યું છે ખૂબ કહીં જાઉં કોઈ કાન મહીં,ગમે છે ખૂબ હસીને કહી રહું ગમને. સહીશ આંસુ રુદન દોસ્ત બધા હું તારાં,હસી પડે જો જરા વ્યર્થ ઊંચક્યા વજને. મજાક બે’ક

જેને ખબર નથી કે સુરા શું ને જામ શું

જેને ખબર નથી કે સુરા શું ને જામ શુંએનું ભલા ગઝલની સભાઓમાં કામ શું ? સાકી જે મયકશીની અદબ રાખતા નથીપામી શકે એ તારી નજરનો મુકામ શું ? અવસર હશે જરૂર મિલન કે જુદાઈનોઓચિંતી દિલના આંગણે આ દોડધામ શું ? મળશે તો ક્યાંક મળશે ગઝલમાં એ મસ્તરામજે ‘શૂન્ય’ હોય એને વળી ઠામબામ શું ? –

કોણ અજવાળું અડે આ પડછાયો પડે ?

કોણ અજવાળું અડે આ પડછાયો પડે ?છું સ્વયમ્ પ્રાકટ્યમાં તો કોણ આ મારા વડે ? દૃષ્ટિ થાકી, લોથ થઈ આવી ભલે ચરણે પડે;ક્યાં કદી આનંત્ય-પથનો વેગળે છેડો જડે ? કોણ ચાવી ? કોણ તાળું ? કોણ શું આપસ મહીં ?હું ઉઘાડું જ્યાં મને; શી વાત છે તું ઊઘડે ? આંખ મીંચીનેય તુજથી પ્રેમ-સંલગ્ને રહું;દૃશ્ય પેલે